20 Oct 2015
૨૦ ઓક્ટોબર ૨૦૧૫ - સુરેન્દ્રનગર
મુખ્ય આયોજન - ડૉ. પાર્થ ગોલ (ગાયનેકોલોજીસ્ટ, ફાઉન્ડર - પ્રેસિડેન્ટ સ્પંદન ટ્રસ્ટ)
સ્પંદન ટ્રસ્ટ દ્વારા મોરબી, અમદાવાદ, ભાવનગર તથા ભુજમાં કપડા વિતરણના સફળ કાર્યક્રમ બાદ હવે પાંચમાં ક્રમ પર સ્પંદન ટ્રસ્ટનું મુખ્ય શહેર સુરેન્દ્રનગર હતું. પ્રેસિડન્ટ ડો. પાર્થ ગોલ દ્વારા કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૧૫ નવરાત્રીનો દિવસ, એમાંય આઠમ, સૌ કોઈ માતાજીના નિવેધ કરવામાં વ્યસ્ત હતા તેવા સમયે સ્પંદન ટ્રસ્ટના ડોક્ટર સદસ્યો દ્વારા સાવ અનોખી રીતના નિવેધ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનરમાં વઢવાણ જી.આઈ.ડી.સી.માં આવેલા ડાંગસીયાપરામાં વસતા જરુરિયાતમંદ પરિવાર માટે ૨૨૫ જોડી કપડા ફાળવવામાં આવ્યા હતા. આ કપડા એકઠા કરવામાં તથા કાર્યક્રમના આયોજન પાછળ પ્રેસિડન્ટ ડો. પાર્થ ગોળની આગેવાની હેઠળ ડો. કાજલ પટેલ, બિંદિયા પટેલ, પ્રિયંકા પટેલ, પ્રદિપ પરાલીયા તથા કિંજલ સરવૈયાએ મહેનત કરી હતી. વહેલી સવારે ડાંગસિયા પરામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં તમામ કપડાઓ ટેબલ પર ગોઠવવામાં આવ્યા હતા. જરુરિયાતમંદ પરિવારો પણ મેદાનમાં કતારબંધ ગોઠવાયા. અંતે વારાફરતી તમામને એક-એક જોડી કપડા સદસ્યો દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે ભેટમાં મળેલી કપડાંની જોડી લઈને જતા વિદ્યાર્થીઓ તથા વાલીઓના ચહેરા પરની ખુશી જોઈને તમામ સ્પંદન સદસ્યોને સંતોષ મળ્યો હતો. સુરેન્દ્રનગર દિવ્યભાસ્કર દ્વારા આ કાર્યક્રમની સરાહના કરવામાં આવી હતી.
If you are a creative medical / paramedical student or practitioner and want to explore & share your talent with the world, we heart
Read More »We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, Appointment…
Read More »Spandan Trust organizes the social activities with sharing the creativity of medicos to generate awareness among the people and to help
Read More »SUCCESS :
No comment yet for this events..!